હૃદયને મજબૂત કેવી રીતે કરશો.


કેટલાક લોકોના હૃદય ઘણા પોચા હોય છે. અમુક ઉંમર પછી કેટલીક સમસ્યાઓ થતી હોય છે. આવા સમયે તેમનામાં હતાશા વ્યાપી જાય છે. તેમના માટે હૃદયને મજબૂત કરવાની કેટલીક ટિપ્સ અહીં આપી છે.


૧. સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ વાર અડધા કલાક માટે બહાર ફરવા જાવ.

૨. લાંબા સમય સુધી વજન ઊંચકીને ના ફરો.

૩. લાંબા સમય સુધી એક ના એક સ્થાને ના બેસો.

૪. શરીરના વજન પર નિયંત્રણ રાખો.

૫. શરીરનું બ્લડ પ્રેશર અને ખાંડ (શુગર)ને નિયંત્રિત રાખો. બી.પી.ના કારણે પણ હૃદયરોગની સમસ્યા થઇ
શકે છે.

૬. અમુક વર્ષ પછી દરેકે પોતાના શરીરની સંપૂર્ણ ખાસ કરીને હૃદયરોગ માટેની તપાસ કરાવતાં રહેવું
જોઇએ કારણ કે આવી સમસ્યા વારસાગત પણ હોઇ શકે છે.

૭. જો વ્યક્તિને તણાવની સમસ્યા થાય ત્યારે તેમાંથી બચવા તમારી હાલની રોજિંદી કાર્યશૈલી અને
જીવનશૈલી બદલો.

૮. હૃદયને મજબૂત કરવા માટે જોગિંગ કરવાને બદલે બહાર ફરવા જવું વધુ સારું છે કારણકે જોગિંગ
કરવાથી થાક વધુ લાગે છે. તેની સાથે સાથે સાંધામાં પણ દુખાવો થઇ શકે છે.

૯. યોગથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે.

૧૦. ચાળીસી વટાવ્યા બાદ દરેકે પોતાની શારીરિક તપાસ સમયાંતરે કરાવવી જોઇએ. જેમાં શુગર,
કોલસ્ટ્રોલ, બી.પી. અને ઇકો ટેસ્ટ કરાવવા જોઇએ.

૧૧. એટેક આવે ત્યારે સૌથી પહેલાં જો એસ્પિરિનની ગોળી હોય તો તે પહેલા લઇ જીભની નીચે મૂકી દેવી.
જો શક્ય હોય તો સોર્બીટ્રેટની ગોળી આપી શકાય.

૧૨. ગેસને કારણે થતો દુખાવો અને એટેકનો દુખાવો બંને એક સરખા થતા હોવાથી તે બંને વચ્ચેનો ભેદ
પારખવો મુશ્કેલ છે. આવા સમયે ઇ.સી.જી દ્વારા નિદાન કરાવી શકાય છે.

૧૩. જે વ્યક્તિનું બી.પી. ૮૦ અને ૧૨૦ હોય તેવી વ્યક્તિને સ્વસ્થ ગણી શકાય.

૧૪. જે લોકો મોડી રાત સુધી ઓફિસમાં કામ કરવા ટેવાયેલા છે તેમને એટેક આવવાની શક્યતા વધુ રહે છે.
આવા લોકોમાં ઉંમર વધવાની સાથે સાથે સમસ્યાઓમાં વધારો થતો રહે છે. અનિયમિત જિંદગી,
ખાણી પીણી, માંસાહાર, આલ્કોહોલ, ધૂમ્રપાન વગેરેના કારણે એટેક આવવાની શક્યતા વધે છે.

૧૫. બી.પી.ને કાબૂમાં રાખવાની દવા લેવાથી ક્યારેક તેની શરીર પર આડઅસર થતી હોય છે પણ તે મોડી
શરૃ થતી હોય છે. તેથી તે દવા ચાલુ રાખવી વધારે સુરક્ષિત ગણાય છે.

૧૬. હિમોગ્લોબિન અને એટેક એ બંને ભિન્ન રોગો છે અને તેનાં લક્ષણો અને સમસ્યાઓ પણ અલગ
અલગ છે.