શ્રી બુદ્ધ ની વાણી






ચાર આર્ય સત્ય

1.દુખ છે .
2.દુખ નું કારણ છે.
3.દુખ નું નિવારણ છે.
4.દુખના નિર્વાણ નો માર્ગ છે.

પંચશીલ

1.હિંસા ના કરવાના આદેશને પાળો.
2.ચોરી ના કરવાના આદેશ નું પાલન કરો.
3.વ્યભિચાર ન કરવાનો આદેશ સ્વીકારો.
4.અસત્ય ન બોલવાનો આદેશ સ્વીકારો.
5.મદ્યપાન ના કરવાના આદેશનું પાલન કરો.


બુદ્ધ ના ઉપદેશ

1.હત્યા ન કરો.
2.ચોરી ન કરો.
3.વ્યભિચાર ન કરો.
4.અસત્ય ન બોલો.
5.નિંદા ન કરો.
6.કર્કશ વાણી ન બોલો
7.વ્યર્થ વાતો ના કરો.
8.અન્યની સંપત્તિનો લોભ ન રાખો.
9.તિરસ્કાર ન કરો.
10.ન્યાયપૂર્વક વિચારો.

પુણ્ય કર્મ

1.સુપાત્રને દાન આપો.
2.નીતિનિયમોનું પાલન કરો.
3.સદ્દ વિચારોનો અભ્યાસ અને તેની વૃદ્ધિ કરો.
4.બીજાની સેવા કરો.
5.માતા પિતા તથા વડીલોનું સન્માન કરો.
6.પોતાના પુણ્ય નો ભાગ અન્યને આપો.
7.બીજા પોતાનું પુણ્ય આપે તેનો સ્વીકાર કરો.
8.સદ્દધર્મના સિન્ધાંતનો પ્રચાર કરો.
9.પોતાના દોષો ની નિવારણ કરો.