માનસિક શાંતિના સરળ ઉપાયો

સામાન્ય માન્ય્તા એવિ છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સધ્ધરતા અનિવાર્ય છે . પરંતુ હકિકત મા . આ બને હોવા છતા પણ ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિ માં જ જીવતા જ્ણાય છે . તમે આ કક્ષામા આવો છો જો આવતા હો તો આ અવશ્ય વાંચો

કદાચ તમારી માનસિક અશાંતિનુ કારણ તમારુ મન જ હોય તેથિ તમારી અશાંતિ તમે જાતે જ દુર કરવા શક્તિમાન છો. કેવી રીતે તો ચાલો આપણે જોઇએ .

ઇશ્વરના કાર્યોની ટીકા કરશો નહિ

ઇશ્વર પ્રત્યેક પ્રસંગ ઘટના કે બનાવનો સમગ્ર દષ્ટિએ વિચાર કરે છે જ્યારે મનુષ્ય તેનો મર્યાદિત દષ્ટિએ જ વિચાર કરે છે ઇશ્વર ઘટનાઓનો વર્તમાન,ભૂત અને ભવિષ્યને ધ્યાનમાં ન લેતાં વર્તમાનની દષ્ટિએ જ ઘટનાઓને ઘટાવે છે. તેથી જ, જ્યાં મનુષ્યને વિસંવાદિતતા દેખાય છે.જ્યાં મનુષ્યને તર્કનો અભાવ જ્ણાય છે. ત્યાં ઇશ્વરને સંપુર્ણ તર્કસુદ્ધિ જ્ણાય છે.તમારી જાતને ઇશ્વરના સ્થાને મુકી જુઓ . માનો કે તમે પોતે જ ઇશ્વર છો અને આખુંએ વિશ્વ તમારુ સર્જન છે. અને તમારી ઇચ્છા મુજબ તેનું સંચાલન થાય છે. આમ વિચારતાની સાથે જ તમને પ્રગાઢ શાંતિનો અનુભવ થશે. અને તમારામાં શક્તિનો મહાસાગર ઊછળતો અનુભવશો.



તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો.

તમે કહેશો કે બીજાઓ સમજ્યા વગર તમારુ અપમાન કરે છે. કોઇ પણ જાતના કારણ વગર તમારી લાગણીઓ દુભાવે છે. આ સાચું હોય તોયે તમે ગુસ્સે થશો નહિં. પરિસ્થિતિનો સામનો કરજો. આથી તમને જાણ થશે કે કપરાં સંજોગો પર વિજય પ્રાપ્ત કરવાનું પ્રશાંતિ જેટલું શક્તિશાળી બિજું કોઇ સાધન નથી. અપમાનો ધ્યાનમાં લેશો નહિં.બીજાને જે ધારવું હોય તે ભલે ધારે, તેમને જે ગમે,તે ભલે બોલે.આ દુનિયા અજ્ઞાની લોકોથી સભર છે. તમે શાણા થજો. તમે બધા પ્રત્યે નમ્રતા રાખજો, પ્રત્યેક પરિસ્થિતિમાં વિનમ્ર રહેજો. જ્યારે તમે લઘુતાગ્રંથી તથા ગુરુતાગ્રંથીના ખ્યાલને તિલાંજલિ આપશો અને પ્રત્યેક વ્યક્તિમાં તેમજ પ્રત્યેક વસ્તુમાં તમે ઈશ્વરનાં દર્શન કરવાનું શીખશો ત્યારે જ આ શક્ય બનશે.



ઇશ્વરની ઇચ્છા તેજ અમારી ઇચ્છા

નરસિંહ મહેતાના પ્રભાતિયાંની નીચેની પંક્તિઓ સદા રટ્યા કરો,

'જે ગમે જગતગુરુ દેવ જગદીશને

તે તણો ખરખરો ફોક કરવો,

આપણો ચિંતાવ્યો અર્થ કંઇ નવ સરે,

ઊગરે એક ઉદ્યેગ ધરવો.'

આવી રીતે જ વિચારો અપમાનોની વચ્ચે પણ શાંતિ જાળવો. વ્યગ્ર થશો નહિં. જેમ કડવા ઘુંટડા ગળતા જશો, તેમ વિનમ્રતા અને શુદ્ધતા વધશે અને તમારી આધ્યાત્મિક શક્તિ વધુ સમૃદ્ધ બનશે.