" સોનેરી સુવિચાર ની ધારા "

પારકા માટે પગથિયું ન બની શકો તો કંઇ નહિ , પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો........

બે દુ:ખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે.
પણ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઇ જાય છે.
આ છે સુખ ભયંકર છે એ વાતની સાબિતી........

પરીણત જીવન એ માનવીની મોટામાં મોટી પ્રયોગશાળા છે.......

જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય શકે છે પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહાન મૂર્ખ હોય છે....

દરરોજ ફક્ત પાંચ મિનિટનું સંકલ્પબળ અને તેની સાધના વ્યકિતનું જીવન બદલી શકે છે........

પાપ અને સાપ વચ્ચેનો મોટો ભેદ......
સાપ એક વખત મારે છે
જ્યારે
પાપ ભવોભવ મારે છે.....

જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભગાવે છે
 


સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, તો હ્રદયમાં આવતી પ્રેમની ભરતી સામી વ્યકિતમાં રહેલા દોષોને ખેંચી જાય છે.......

દરેક વ્યકિત જ્યાં આપવાની વાત કરે છે , ત્યાં રામાયણ સર્જાય છે
અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે......

અનોખો દાખલો દુનિયાને દઇ જા , અવિચળ જે રહે તે વાત કહી જા ,
પછી સમ્રાટનો સમ્રાટ થજે , હે , માનવ !
પ્રથમ સહુનો થઇ જા.....

બધું જ લૂંટાઇ ગયા પછી પણ ભવિષ્ય તો બાકી બચેલું જ છે......

બધી કળાઓમાં શ્રેષ્ઠ કલા છે , હળીમળીને સાથે રહેવાની કળા.......

તમે વ્યકિતઓના હાથ ખરીદી શકો છો , હ્રદય નહીં. તેનો ઉત્સાહ , તેની વફાદારી , તેના હ્રદયમાં હોય છે. તેના હાથમાં નહિ.......

સાચો મિત્ર ,
મિત્ર,હું તને ર્હદય થી સમજું કે નહિ સમજું
તું મને સમજે છે એજ મારે માટે ઘણું છે....

આંકડાની આગળ માત્ર શૂન્ય મૂકાય છે ,એમની કિંમત દસ ગણી વધી જાય છે,

હ્રદય પ્રેમ બને છે અને આપણા જીવનની કિંમત અબજો ગણી વધી જાય છે....

હે માનવ ! કાતર થવા ન ચાહજે જે કરે છે એકમાંથી અનેક.
માટે જીવન તારું સોય જેવું ચાહજે જે કરે છે અનેકમાંથી એક......

સૂર્ય ઊગે છે અને કમળો ઉઘડવા લાગે છે. ચંદ્ર ઊગે છે અને દરિયો ઊછળવા લાગે છે. મનમાં પરમાત્મા ઊગે છે અને આત્મગુણો ઉઘડવા લાગે છે.....

પરમાત્માની સ્રુષ્ટિમાં સુખને સુખ જ છે પરંતુ બધા ઝઘડાનું મૂળ એ છે કે માનવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવા માગતો નથી......

જિંદગીની અમૂલ્ય મિલકત માનવીઓ ત્યારે જ ગુમાવી દે છે , જ્યારે તેઓ અસત્યની સાથે સમાધાન કરે છે...


જે પોતે માણસ હોવા છતાં અન્ય માનવીને માટે જેમના હ્રદયમાં લાગણી નથી,તેમને કોઇપણ રીતે માણસ ગણી શકાય ખરો ???????

મિત્રો આપણું મન એક સરોવર જેવું છે તેમાં નાખેલો દરેક પથરો તરંગો ઉત્પન્ન કરે છે.........

કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે.એના પૈડાઓમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે; નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે છે........

કોઇ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.જે ઇશ્વર અગર ધર્મ વિધવાના અશ્રુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટલાનું બટકું ન આપી શકે , એવા ઇશ્વરકે ધર્મમાં હું માનતો

નથી.........આપણું જીવન સારું અને પવિત્ર હોય તો જ દુનિયા સારી અને પવિત્ર બની શકે.........

''દરેક બાળક એવો સંદેશ લઇ ને આવે છે કે
ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા.''................

આફતનાં વાદળો વરસે ત્યારે એક જ બ્રાન્ડની છત્રી કાગડો નહિ થાય.......
આ બ્રાન્ડ છે ધીરજ..........

વ્યકિતની હયાતીમાં તેના દોષ દેખાય છે અને વિદાય બાદ તેના ગુણ દેખાય છે........


વીતેલો દિવસ કેન્સલ કરેલા ચેક જેવો છે,
આવતી કાલનો દિવસ પ્રોમિસરી નોટ જેવો છે,
જ્યારે આજનો દિવસ રોકડ રકમ જેવો છે..............

માર્ગમાં તમને જે કંટકો નડ્યા તેમાં દુનિયાને રસ નથી.
તમે નાવ કિનારે લાવ્યા કે નહિ તેમાં જ રસ છે.......

તમારા હ્રદયમાં જો ઉદારતા ન હોય તો નક્કી જાણજો કે ખરાબમાં ખરાબ પ્રકારનો હ્રદયરોગ તમને થયેલો છે....


કરુણા કદી વેડફાતી નથી.જેના ભણી એ વહી હોય તેના પર
એની કશી અસર ન થાય તો પણ એ વહાવનારને તો ફાયદો કરે જ છે........

આ જગતમાં જ્યાં જોશો ત્યાં જણાશે કે
સમસ્યાઓની અંદર તકો આકાર લઇ રહી છે.........


ઘર એટલે ચાર દીવાલ ,
ઘર એટલે ચાર દી વ્હાલ ........


વિશ્વાસ એની પર કરો જે તમારી ૩ વાતો જાણી શકે
તમારા સ્મિત પાછળ નું દુખ
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ
તમારા મૌન રહેવા પાછળ નું કારણ

પૈસા કયારેય ઉછીના ન લેશો, થોડાકેય નહી,
થોડા લેશો તો લેણિયાત ઉભા થશે ને વધારે લેશો
તો ભાગીદાર ઉભા થાશે.

અમીર એટલા બનો કે તમે ગમે તેટલી કીમતી વસ્તુ ખરીદી શકો
અને
કીમતી એટલા બનો કે આ દુનિયા ના અમીર થી અમીર પણ તમને ના ખરીદી શકે !!

હાડકા વિનાની જીભ !
જો એનો સદુપયોગ કરતા ન આવડે તો
અનેકના હાડકા ભાંગી નાખવાની એનામાં
ભયંકર રાક્ષસી તાકાત પડી છે .

દુનિયામાં દરેક વસ્તુ મરે છે. માત્ર એક નથી મરતો એ છે ભૂતકાળ..!!

ત્યાગ આપણને બળ પ્રદાન કરે છે, આપણી ચિંતા અને ભયને હરી લે છે, તેથી આપણે નિર્ભય તથા આનંદિત રહીએ છીએ.
- સ્વામી રામતીર્થ

એવો પણ પ્રેમ હોય છે, જે સમજાય છે, વરસો પછી
અને રહે છે, ઉર માં છેક સુધી.

જો વ્યક્તિ જ્ઞાન હાંસલ કરવા માટે પોતાનું ધન વાપરે તો તેની પાસેથી એ જ્ઞાન કોઈ છીનવી શકતું નથી. જ્ઞાન માટે કરાયેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી કાયમ સારું ફળ મળે છે.
- બેન્જામીન ફ્રેન્કલીન

બીજા માણસના હૃદયને
જીતી લેનાર માણસ નસીબદાર ગણાય,
પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે
તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.

પહેલા સમાજ લોટ જેવો હ્તો પાણી નાખતા ભેગો થઇ બંધાઇ જ્તો આજે રેતી જેવો છે લોકો પૈસા પાછળ પડ્યા છે ..

કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.

આજનો માનવી વચનો આપવામાં અમીર છે,
પણ વચન પાલનમાં સાવ દરિદ્વ......

આપણી નાનકડી મદદ કો'કના
આખા જીવનને સમૃદ્ર બનાવી દે છે....

મતિ, કીર્તિ, સંપત્તિ, અને ભલાઈ ,
ગંગા ના પ્રવાહ ની જેમ વાપરવી જોઈએ ,..-morari bapu !!

મનને એક હજાર આંખો હોય છે, અને હ્રદયને માત્ર એક જ આંખ હોય છે.......

જિંદગી ખાવા અને સૂવા માટેની નથી, એ સદેહ આગળ વધવા માટેની છે.
- પ્રેમચંદ

મને જે નથી ગમતુ તે મને અનુભવાતો મારો એકલતાનો અહેસાસ છે.....

હસતાં ચહેરાં હંમેશા નિદોષ હોતા નથી,મગજમાં કાવતરું ચાલતું હોય ત્યારે પણ ઘણાં હસતાં દેખાય છે !

નિષ્ઠાપૂર્વક ધ્યેયને વળગી રહો વારસામાં ન મળે તેવું પરિણામ આવશે જ !!

જે કૂળમાં સ્ત્રીઓ દુઃખી રહેતી હોય છે તેનો જલદી નાશ થઈ જાય છે. જ્યાં એ દુઃખી નથી રહેતી, એ કૂળની વૃદ્ધિ થાય છે.

‎'કેરીઅર' ખોળામાં ટપકી પડતું પાકું ફળ નથી , એનું વાવેતર કરીને એને ઉછેરવું પડે છે , પકાવવું પડે છે....

તમે જો સીધા ઉભા રહ્યા હો તો વાંકાચૂકા પડછાયાની દરકાર ન કરશો.......

ઘણા માણસો વાત સાચી કરે છે પણ નામ ખોટા ટાંકે છે !

કેવળ શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી , શ્વાસ કાઢવો પણ પડે છે એમ...
સંપતિ પ્રાપ્ત કરવાથી ન ચાલે , દાનરૂપે આપવી પણ પડે.......

‎'પર'માંથી ખસ અને 'સ્વ'માં વસ-એટલું જ બસ.......

વધારે એ જ બોલે છે જેને મારી જેમ ખરેખર બોલતા નથી આવડતું , કારણ કે 'સત્ય' તો સંક્ષેપમાં સમાયેલું છે...

પોતાનાથી અમીર વ્યક્તિથી ઈર્ષા ના કરવી અને પોતાનાથી ગરીબ વ્યક્તિને જોઈને અભિમાન ના કરવું એજ સાચા અને સંતોષી માનવનો ગુણ છે.

મૌજીલા લોકો ગમતું બધું નથી પામતા...
પણ જે હોય તેમાંથી મૌજ લઈ લે છે!

બાબતોની અવગણના કરવાની કાબેલિયત હાંસલ કરવી એ મનની શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

તારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો, જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહીં,

અંતે દુશ્મનના કડવા વેણ નથી નડતાં પણ મિત્રોનું મૌન અકળાવે છે !!


ચમત્કાર કરતાં નમસ્કારની અસર સારું પરિણામ આપશે !

જો બે ચહેરાં જ રાખવા હોય તો કમસે કમ એક ચહેરો તો પોતાનો અને પ્રમાણિક હોવો જોઈએ !

જુવાનીમાં કરેલા અતિરેકનું આપણે ઘડપણમાં ભોગવવું પડે છે.
- જે.બી. પ્રિસ્ટલે

સારો સમય ટકતો નથી તો ખરાબ સમય પણ નહીં ટકે,દુઃખ એ વાતનું છે સારા માણસો વાંરવાર નહીં મળે દુષ્ટો જ્યાં ત્યાં અથડાયા કરશે !

દરેક સવાર એક સંદેશ લઈને આવે છે,શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો રસ્તો બની શકે છે !

આપણે ધનસુખલાલ હોઈએ પરંતુ તનસુખ, મનસુખ કે દિલસુખ ના હોઈએ તો એકલા ધનથી શું ફાયદો ???

આપણે જે કંઈ પણ છીએ તેને આપણી વિચારસરણીએ બનાવ્યા છે. તેથી તમે શું વિચારો છે એ ખાસ ધ્યાનમાં રાખવું. શબ્દ ગૌણ છે, વિચાર કાયમ છે, એ દૂર સુધી યાત્રા કરે છે.
- સ્વામી વિવેકાનંદ

કોઇ ફકીર ના હાથ મા જ્યારે
કઇક આપશો ત્યારે એ જાણજો
કે આ મહેંઘાઇ ના જમાના મા
પણ "દુઆ" કેટલી સસ્તી છે !!

ભૂતકાળમાં કોઈ માણસ પાસે ઘડિયાળ નહિ હતી,
પરંતુ સમય હતો.
... જ્યારે આજે બધા માણસ પાસે ઘડિયાળ છે,
પરંતુ સમય નથી"..

જિંદગીની સૌથી મોટી ભૂલ એ કે છેલ્લી કરેલી ભૂલમાંથી કોઈ બોધપાઠ લીધો નહીં!!!

બંધિયાર સ્થળ કરતાં ખુલ્લી જગ્યામાં મોબાઈલનું નેટવર્ક બરાબર પકડાય છે, એ રીતે બંધિયાર વિચારધારા ધરાવનાર વ્યક્તિ કરતાં મુક્ત મનનો માનવી ઈશ્વરીય સંકેતોને વધારે સારી રીતે ઝીલી શકે છે...

અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી..!!
- ચાર્લી ચેપ્લીન

‎"જવુ હોઈ તો જા જિંદગી મારે તો હજી વાર છે..!

એકાંતનું મંદિર હોય, મૌનનો ઘુમ્મ્ટ હોય ત્યાં સદાય આનંદની ધજા ફરકતી રહે છે.

ઉંદરડા જો બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય તો તેઓ મૂર્ખ ગણાય પણ બિલાડી જો તેમને ઘંટ બાંધવા દે તો તે મહામૂર્ખ ગણાય.

તમને જે જોઇએ તે નથી મળતું એવે વખતે જે પ્રાપ્ત થાય છે એનું નામ "અનુભવ" હોય છે.

પ્રત્યેક દિવસ ની શરૂઆત એક અપેક્ષા સાથે થાય છે અને એક અનુભવ સાથે પુર્ણ.......

પશુ ન બોલવાથી દુખ ભોગવે છે જયારે મનુષ્ય વધારે બોલવાથી દુખ ભોગવે છે.

કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નથી પરંતુ આપણું કરેલું નોંધાય છે.


જીવન એક વસ્ત્ર સમાન છે. તેને દુ:ખનાં પાણીમાં ન ડુબાડો, વજનદાર થઇ જશે. આધ્યાત્મિક સુખની હવામાં સૂકવો, જેથી એ હલકું થઇ જશે..!

કોઇપણ પ્રકારની પહેલ કરનારે બીજાની દ્રષ્ટિમાં મુર્ખ બનવા તૈયાર રહેવુ જોઇએ.
-જ્યોર્જ બર્નાડ શો .

જયારે માનવીનું મગજ હડતાળ ઉપર ઉતરી જાય ત્યારે તેમના મોં ઓવરટાઇમ કરે છે

જીવ આપીને પણ જે યશ મેળવી શકાતો નથી તે સારી જીભ વાપરીને મેળવી શકાય છે.

જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઈ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાનાં સારાં લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યારથી સવાર.

‎'' જીવનના સુખ-દુ:ખના રસ્તે સાથે ચાલનારા તો અંસખ્ય મળે છે પરંતુ જે વ્યક્તિ છેક સુધી પોતાના પગના નિશાન તમારા હ્રદયમાં છોડીને જતો રહે'' મારા મતે તો એ જ પાકો મિત્ર.

આ દુનિયામાં સસ્તામાં સસ્તી ચીજ કઈ ? આવું મને કોઈ પૂછે તો મારો જવાબ આ છે કે પૈસા આપીને જે ચીજ ખરીદી શકાય તે ચીજ સસ્તામાં સસ્તી !

તમારાથી વધુ ગુણવાન લોકો પણ છે, તમારાથી ઓછા ગુણવાન લોકો પણ છે, ૧૦૦ % તમારા જેવા કોઇ નથી. મતલબ, ‘તમે સૌથી અલગ છો’. આવું વિચારીને સદા ખુશ રહો.

આપણી પહોંચમાં આવે એટલાં ફૂલોનો ગજરો બનાવવાની કળા એટલે સુખ..!!

તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે, તેટલા સારા તમે નથી હોતા. તેવી જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે, તેટલા ખરાબ પણ તમે નથી હોતા..

તમને જો ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે કોઇ કારણ ન મળે તો નક્કી માનજો કે તમારામાં કશીક ખામી છે.

તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય...
તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો !

જેવું હશે તેવું ચાલશે, ફાવશે, ગમશે કે ભાવશે એવું કહેનારી વ્યક્તિ મોટે ભાગે દુઃખી થતી નથી, પણ ધાર્યું હોય છે એટલી સફળ પણ નથી થતી...!!

માનવી જ્યારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેની પર કોઇ વિશ્વાસ ના કરે !! પરંતુ માનવ જ્યારે કોઈ પર પોતાના થી પણ વધુ વિશ્વાસ કરે છે ત્યારે જ મુશ્કેલી માં મુકાય છે.

લોકો શું કહેશે એવું વિચારીને જીવતા હો
તો પછી...
ઈશ્વર શું કહેશે એનો પણ વિચાર અવશ્ય કરજો..

મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરીનાખે છે.

મારી ‘આજ’ હું આનંદથી જીવ્યો છું,
‘આવતીકાલ’ ને જે કરવું હોય તે કરે !
- ડ્રાઈડન

હે ઈશ્વર ! થોડા ડોબા બાળકોને જન્મ આપજે જેથી તેઓ માતા-પિતા અને સમાજ દ્વારા થોપવામાં આવેલી સ્પર્ધાથી દૂર રહીને જીવનનો સાચો આનંદ માણી શકે.

તકરાર અને છાશ વચ્ચે એક સામ્ય છે. બંને જેટલો લાંબો સમય રહે તેટલી ખાટી બને..!!

આપણે પી.એચ.ડી થઈએ કે ન થઈએ તે બહુ મહત્વનું નથી, પરંતુ આપણું જીવન એ કક્ષાનું હોવું જોઈએ કે અન્યને આપણા જીવન પર પી.એચ.ડી કરવાની પ્રેરણા મળે….

આપણે શું કરવું કે શું ન કરવું એ આપણો અંતરાત્મા સદાય કહેતો જ હોય છે, પણ આપણે કાન આડા હાથ કરી મનનું કહેવું માનીએ છીએ.

કહેતા નહીં પ્રભુને કે સમસ્યા 'વિકટ' છે...
કહી દો સમસ્યાને કે પ્રભુ મારી 'નિકટ' છે.

મારી સફળતાનું રહસ્ય કહું ? મેં લોકોની સલાહ ખૂબ જ માનપૂર્વક સાંભળી છે અને પછી લોકોએ જે સૂચવ્યું તે કરતાં બિલકુલ ઊંધું કર્યું છે ! ( -- લોર્ડ ચેસ્ટરફિલ્ડ )

લગભગ દરેક માનવી પોતામાં ન હોય તેવા ગુણ દર્શાવવામાં જ જીવનના ત્રીજો ભાગનો સમય ખરચી નાખતો હોય છે....

હમેશા યાદ રાખો.. પૈસો એ જિન્દગીમાં બધું જ નથી. પરંતુ ઢગલાબંધ કમાયા પછી જ આ વાકય કહો.

તરસ છે એટલે તો જિન્દગી સરસ છે...નહિતર તો કેલ્ક્યુલેટર પર ગણેલા વરસ છે...દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.

‎"જ્ઞાની પુરુષના ગયા પછી હમેશા જુદા જુદા પંથ પડી જાય છે!"

‎"પડી પડીને ચડે એનું જ નામ જીન્દગી ...બાકી તૈયાર પગથીયા પર ચડવું તો બધાને
આવડે છે..."

ભગવાન ને પણ ખબર હશે કે એક દિવસ ઈ -મેલ ઈ -ન્ટરનેટ ઈ- વોઈસ નો જમાનો આવશે.
એટલે એને પોતાનું એક ઉપનામ પણ ઈ -શ્વર રાખ્યું હશે ખરું ને ????

‎"જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રહેવું જોઈએ."

સિંહ પાસેથી એક ઉત્કૃષ્ટ વાત શીખવા જેવી છે તે એ કે વ્યક્તિ જે કંઈ કરવા ઈચ્છે એને તે પૂરા દિલથી અને જોરદાર પ્રયાસ સાથે કરે.
- ચાણક્ય

પાણી અને વાણી નો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ન્યાલ
કરે,અન્યથા પાયમાલ કરે.......

ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુજ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે.
- બરકત વિરાણી

પ્રેમ ના શુદ્ધ દૂધ ને વહેમ નું એક ટીપું ફાડી નાખે છે ...

યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પરંતુ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે.

સમાજમાં દરેક જગ્યાએ આપણને જીત જ જોઈતી હોય છે. ફક્ત ફૂલવાળાની દુકાન જ એવી છે જ્યાં જઈને આપણે કહીએ છીએ : 'હાર જોઈએ છે !'

સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ.

બીજાને ગમે કે ન ગમે શું ફરક પડે છે ?? જે ખુદને ગમી જાય તેને કૃતિ કહે છે !!..

તમારા હાસ્ય સાથે હજારો પડઘા પડશે તમે રડશો ત્યારે એકલા જ હશો !...

જીભને ઘણું ખવડાવ્યા છતાં સમય આવે કશું ન ખાય તે સંયમ.....

તમારા જીવનમાં તમારી પાસે બહુ ઓછો સમય છે. એટલે બીજાના જીવનમાં ઘુસણખોરી કરીને સમય ન બગાડો. -સ્ટીવ જોબ્સ.

પ્રભુ ની પાસે જે આપ પોતાના માટે માંગો છો તે “યાચના” છે પરંતુ પ્રભુ ની પાસે આપ જે બીજા ના માટે માંગો છો તે “પ્રાર્થના” છે.

બીજાનું સુખ જોઇને દુ:ખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.

ભૂતકાળને ભવિષ્યનું બીબું ન બનાવો. જેવો ભૂતકાળ હોય તેવું જ ભવિષ્ય હોય તે જરૂરી નથી.

આપણું સરનામું પ્રુથ્વીના આરંભ અને અંતને એકસાથે સાચવી રાખે છે......

સરનામું એ માણસે કરેલી અદભૂત શોધ છે.સરનામા વગરનો માણસ ક્યાં તો આવારા હોય કે પછી સંત હોય......

ભક્તિ એટલે સર્જનહારમાં ખોવાઇ જવાની કળા.......

પરિચય અને અપરિચયની સરહદ પર બનતી ઘટનાને લોકો અકસ્માત કહે છે......

હળવાશને આથો ચડે ત્યારે પ્રસન્નતા પ્રગટતી હોય છે......

લાગણીની નદીઓ પ્રેમના સાગરમાં વિલીન થાય ત્યારે જ સાર્થકતા અનુભવે છે......

કોઇની નિંદા સાંભળીએ ત્યારે કાનનું બ્રહ્મચર્ય તૂટે છે......

મિત્રો મારી દ્રષ્ટિએ......
સાહિત્ય એ માનવજીવનની એક એવી મિરાત છે કે જેની પાસે એ હોય , તે ક્યારેય ગરીબ નથી હોતો.......

આપણે મંદિરે દેવના દર્શને જઇએ છીએ ; દેવને જોવા નથી જતાં. ઘણાખરાં ગંગા જૂએ છે ; બહુ થોડા એનું દર્શન કરે છે......

નાસ્તિક માણસ જો કોઇને પ્રેમ કરી શકતો હોય તો ઇશ્વરના અસ્તિત્વ અંગે આગ્રહ રાખવાની જરૂર હું જોતો નથી.પ્રેમને પરમેશ્વર ન કહીએ તેથી કાંઇ ખાટુંમોળું થતું નથી........

પથ્થરપણું વચમાં લાવ્યા વગર મૂર્તિને પ્રણામ કરીએ તેને દર્શન કર્યા કહેવાય......

માણસની સઘળી બેચેનીના મૂળમાં એક વિશિષ્ટ લાગણી રહેલી છે અને એ છે અપર્યાપ્તતાની લાગણી.......

એક અપૂર્ણ માણસ બીજા અપૂર્ણ માણસ પાસે પૂર્ણતાની અપેક્ષા રાખતો રહે છે.....

વિશ્વશાંતિ આપણા હાથની વાત નથી.પરંતુ આપણા મનમાં નાનકડો સાઇલન્સ ઝોન રચવાનું અશકય નથી.આવો સાઇલન્સ ઝોન એટલે શાંતિનો , સ્વસ્થતાનો તુલસીક્યારો !!!

જે માણસ ખોટું ખોટું હસતો નહિ હોય તે જ માણસ સાચું રડી શકે......

ભગવાને સર્જેલી પાસપોર્ટ અને વીસા વગરની પ્રુથ્વીમાં નાત-જાત , ધર્મ અને રાષ્ટ્રીયતાના લેબલ વગરના એક અદના આદમી થવાનો અભરખો મને કોઇ મનગમતા શમણાની માફક સતાવતો રહે છે......

માણસનું હ્રદય ડીપ ફ્રીજ જેવું છે, જેમાં થીજેલી લાગણીઓના આઇસક્યુબ્સ સચવાઇ રહે છે.ક્યારેક રેફ્રિજરેટર રાતની નીરવતામાં કણસતું રહે છે.....

કોયલનો ટહુકો માત્ર મધુર ધ્વનિ નથી ; એ તો સાક્ષાત રૂતુંભર દ્વારા માણસના કર્ણમૂલ સુધી પહોંચાડવા માટે ઉચ્ચારાયેલો મંત્ર છે....

244. અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી દે છે, જ્યારે નમ્રતા દેવદૂત


243. જે આપણી સમક્ષ બીજાની નિંદા કરતો હોય તે બીજા સામે આપણી પણ નિંદા કરશે....!

242. જે વ્યક્તિ એકાંતમાં તમને તમારા દોષ બતાવે તેને પોતાનો મિત્ર સમજો


241. મોટી મોટી વાતો કરશો નહિ અને બડાઈ હાંકશો નહિ. તમે શું છો તેનો પરિચય તમારાં કર્મો દ્વારા આપો.

240. માનવ જાતની એક ખાસિયત છે કે હાજર વસ્તુનો આનંદ લેતી નથી પરંતુ
ગેરહાજર વસ્તુઓ માટે વલખાં મારે છે.
10. ચારિત્રિક શિક્ષણ માટે ઉ૫દેશકે બીજાઓ સામે પોતાનો આદર્શ રજૂ કરવો જોઈએ. જો સંસારમાં સદ્દભાવના રૂપી સં૫ત્તિ વધારવી હોય તો તેનો પ્રથમ પ્રયોગ પોતાનાથી કરવો જોઈએ.

9. જે કરી શકે છે તે સતત કરે છે,જે નથી કરી શકતો તે ફક્ત શિખામણ આપે છે.

8. સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી.તે તો અંદર જ છે.પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય.

7. આ૫ણા વિચારો જ આ૫ણું જીવન છે. આ૫ણી ખુશી, આ૫ણું સ્મિત, આપણો ઉત્સાહ, ઉલ્લાસ તથા આ૫ણી સદભાવનાના સ્ત્રોત આ૫ણા વિચારો જ છે. આ૫ણા વિચારોથી જ આ૫ણું વ્યક્તિત્વ બને છે.

6. બુધ્ધિશાળી પોતાની બુધ્ધિ થી પૈસાદાર બની શકે છે , પૈસાદાર પૈસાથી બુધ્ધિશાળી બની શકતો નથી.

5. ધન હોય ત્યારે દાન, કષ્ટ આવે ત્યારે સાહસ, મૂર્ખાઓ સાથે વ્યવહાર કરતી વખતે ઉપેક્ષા તથા ઉચ્ચ કામ કરતી વખતે અભિમાન રહિત થવું એ સાધુઓના વિશેષ ગુણ છે.

4. તમે તમારા સારાપણાનું જેટલુ અભિમાન કરશો તેટલી જ બૂરાઇ પેદા થશે. તે માટે સારા બનો પણ સારાપણાનું અભિમાન નહીં કરો.

3. સુખ ભોગવાનાને માટે સ્‍વર્ગ અને દુઃખ ભોગવવા માટે નરક છે અને સુખદુઃખ બન્‍નેથી ઉપર ઊઠીને મહાન આનંદ પ્રાપ્‍ત કરવાને માટે આ મનુષ્‍યલોક છે.

2. કાંટો થી ભરેલો પાલવ, કોઈનો હોતો નથી.... અને ફૂલો થી ભરેલી રાહ , જિંદગી ની હોતી નથી... આંસું વગર ના નયનો, કોઈનાં હોતા નથી... અને ઉદાસી વગર નું હાસ્ય કોઈનું હોતુ નથી... વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે.. છતા પણ સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...

1. ઘરમાં જ્યારે ચાર લાડુ આવે અને ખાનારા પાંચ હોય ત્યારે જે વ્યક્તિ એમ કહી દે કે મને તો લાડુ ભાવતા જ નથી એનું નામ "માં"

239. પોતાની ભુલ માણસને મુંગા કરતાંય વધુ મુંગો બનાવે છે, જયારે
પારકી ભુલ એને બોલકાં કરતાંય વધુ વાચાળ બનાવે છે

238. આનંદ, સુખ, અને સેવા અત્તર છે, જે બીજા પર જેટલા છાંટશો એટલી સુવાસ તમારી પોતાની અંદર ફેલાશે.

237. બે મુખ્ય કારણોથી જીવનમાં નિષ્ફળતા મળે છે. (અ) જ્યાં આપણે વિચાર્યા વગર કાર્ય કરીએ છીએ (બ) જ્યારે આપણે માત્ર વિચારતા જ રહીએ છીએ, પણ કાર્ય નથી કરતા

236. ધરતીકંપ કરતાં વધારે હોનારત માનવ-માનવ વચ્ચેના ધિક્કારકંપથી થાય છે.

235. ધર્મ કરવાવાળો સ્વર્ગમાં જાઈ છે એ વાત તો પછીની છે પણ સાચ્ચું તો એ છે કે ધાર્મિક જ્યાં જ્યાં જાઈ છે ત્યાં ત્યાં સ્વર્ગ થયી જાઈ છે


234. તકલીફ માણસોની નથી હોતી પણ માણસો જુદા જુદા (વિચારો) હોઇ છે,જો આ વાત આપને સમજી લઈએ તો આપને ઘણા સંબંધો બચાવી શકીએ છીએ . .

233. આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે..

232.દવાની સીધી અસર જો રોગ પર છે તો ધર્મની સીધી અસર દોષ પર છે. રોગ મટાડે તે દવા અને દોષ મટાડે તે ધર્મ !!!! _

231. રામરૂપી અગ્નિ ઘર ઘરમાં રહેલો છે, પરંતુ હૃદયરૂપી ચમક નહી લગાવાથી ધુમાડો થઈને રહે છે.


230. કાનનાં બુટીયાની જોડ જડશે,હાથના પાટલાની જોડ જડશે,તારા બુટની જોડ પણ જડશે,પરંતુ જનનીની જોડ ક્યાંય નહી જડે !!!!

229. દુનિયાનો કોઈપણ રસ્તો સુખ સુધી પહોંચતો નથી પરંતુ સુખ એવો રસ્તો છે, જે બધી
જ મંઝિલો સુધી આપણને પહોંચાડે છે... તેથી હંમેશા ખુશ રહો અને સફળતા મેળવો.

228. સુખી માણસ ખુશ હોય કે ના હોય,ખુશ માણસ સુખી હોય છે.... - શર્મિલ

227. ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે. - રવીન્દ્રનાથ ટાગોર

226. જીવન મા જે નવો રસ્તો તમે બનાવ્યો છે તેના પર જૉ બીજા ચાલવા માટે નીકડે તો તમારાપગ નીચે આવેલા પથ્થર તેમને લાગવા ન જોઈયે...‌


225. આશા સાચા અર્થમાં સાથીદાર છે.સફળતાની માતા છે જેઓ આ વાત સ્વીકારતા થયા છે તેમને ચમત્કારો સર્જ્યા છે

224. માનવી ખરાબ કર્મ કરવા માટે ક્યારે પણ સમય કે સંજોગોની રાહ જોતો નથી તો પછી
માનવી સારા કર્મ કરવા માટે સમય અને સંજોગોની રાહ કેમ જુએ છે ???

223. પૈસાથી માનવી ભૌતિક સુખ મેળવી શકશે પણ આત્માના સુખ માટે તો પ્રભુ પાસેજ જવું પડશે

222. મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને તે સેવામાં વાપરજો પ્રીતિથી.

221. ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેના ફળ મીઠાં છે.

220. સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો

219. તૂટેલા તાર સંધાય છે, પણ ભાગેલાં હૈયાં સંધાતાં નથી.

218. દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો.

217. પૈસા ખીસામાં,પાકીટમાં તિજોરીમાં કે બેંકમાં હોય છે ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ , એ જયારે મગજમાં ગોઠવાઈ જાય છે ત્યારે ન ધરેલી હોનારતો સર્જાવા માંડે છે

216. ઈશ્વરે મને ધનવાન નથી બનાવ્યો પણ મારી ઈચ્છાઓ ઓછી બનાવી એ તેનો મોટો ઉપકાર છે

215. આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી ,એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી

214. કદરૂપું બાળક પણ માતાને સુંદર જ લાગે છે.આ વાસ્તવિકતા એમ કહે છે કે પ્રેમપૂર્ણ નયનો ક્યાંય દુષ્ટ કે અશુદ્ધ જોઈ શકતા નથી. જીવન જીતી જવું છે ? તો આંખમાં કોન્ટેકટ લેન્સની નહીં . પ્રેમના અંજનની જરૂર છે

213. જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે. -

212. કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!

211.જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
210. સંતોષ આનંદ છે. અન્ય સર્વ દુખ છે. માટે સંતુષ્ટ રહે.
સંતોષ તને પાર ઉતારશે. -તુકારામ

209. સમય એક બુઢો ન્યાયાધીશ છે જે બધા અપરાધીઓની પરીક્ષા કરે છે. -શેક્સપિયર

208. સરલતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે.
સરલ માણસ જ ધર્માત્મા થઇ શકે છે. -મહાભારત

207. વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે
નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા
સિવાય સફળતા નથી મળતી

206. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે

205. સત્ય બોલવું એ સારા અક્ષર લખવા જેવું છે અને તે
ફક્ત ટેવ પડવાથી જ શક્ય છે. -રસ્કિન

204. સત્ય એક જ છે અનેક નથી. સત્ય માટે સમજુ માણસ
વિવાદમાં પડતા નથી. -ભગવાન બુદ્ધ

203. પહેલાં પાપ કરીને પછી પ્રાયશ્ચિત કરવું એ,કીચડમાં પગ નાખીને ધોવા જેવું છે......માલીક.....

202. ખાઈ માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે , પરંતુ
અદેખાઈ માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી


201. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી.
ચોપડીઓના જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે.

200. ઝાડનાં પાન પીળાં થઇ જતાં ઉખડીને પડી જાય છે. તેમ જિંદગી ઉંમર પૂરી થતાં ખલાસ થાય છે. માટે પળભરનો પ્રમાદ ન કરો


199. સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે

198. કાંટો થી ભરેલો પાલવ, કોઈનો હોતો નથી.... અને ફૂલો થી ભરેલી રાહ , જિંદગી ની હોતી નથી... આંસું વગર ના નયનો, કોઈનાં હોતા નથી... અને ઉદાસી વગર નું હાસ્ય કોઈનું હોતુ નથી... વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે.. છતા પણ સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી..

197. મંત્ર અને મિત્ર ઉપર કદી અવિશ્વાસ ન કરવો,
મંત્રમાં અવિશ્વાસથી શક્તિ ખૂટશે અને
મિત્રમાં અવિશ્વાસથી સ્નેહ ખૂટશે

196. મુક્તિ માટેની સામગ્રીમાં ભક્તિ બધાથી ઉંચી છે-
પોતાના સ્વરૂપનું અનુસંધાન જ ભક્તિ છે.
-શંકરાચાર્ય

195. દેખાવનો પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા
ઈશ્વરના અપમાનનાં સાધનો છે.

194. જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ વધુ
જીવવાની લાલચ અને મૃત્યુનો ભય વધતો જાય છે.


193. જે કોઈ પણ પ્રાણી સાથે વેર કે દુશ્મનાવટ નથી રાખતો તે જ માણસ ઈશ્વર સુધી પહોંચી શકે છે. -ગીતા

192. મૌન કોઈ કોઈ વાર વાણી કરતાં પણ વાચાળ હોય છે. -ગાંધીજી

191. જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જાય છે એવું હું માનતો નથી,
પણ જે કંઈ વાંચેલું કે વિચારેલું હોય છે તે અંદર પચ્યા પછી
વખત આવ્યે બહુ સુંદર રીતે બહાર આવે છે.

190. પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી. -શંકરાચાર્ય

189. જો તમે ગમતું ન કરી શકો તો,તમે જે કરી શકતા હો તે કરો.

188. માનવીનો સાચો મીત્ર કોણ ? એની દસ આંગળીઓ..

187. પાપ કરતી વખતે જેટલી મીઠાશ માણી હોય તેટલી જ કડવાશ પરીણામ રુપે ગમે ત્યારે આપણે ભોગવવી જ પડે.

186. નાસ્તીક અને આસ્તીક વચ્ચે ફરક કેટલો? નાસ્તીકને મન ઈશ્વર શુન્ય છે.આસ્તીકને મન ઈશ્વર પુર્ણવીરામ છે.

185. કોઈ તમને એક વાર છેતરી જાય તો એને ધીક્કારજો.બીજી વાર પણ છેતરી જાય તો તમારી જાતને ધીક્કારજો.

184. મીત્રો વીમાની પોલીસી જેવા છે.ખરે ટાંકણે વીમાનું વળતર મળે..શરત માત્ર એટલી જ કે,સમયસર તમારે પ્રીમીયમ ભરતાં રહેવું પડે

183. એ હમ્મેશ યાદ રહે કે,અતીશય દબાણ હોય તો જ શુધ્ધ કોલસાનો ટુકડો હીરો બની શકે છે.

182. જીભનું વજન આમ તો બહુ ઓછું હોય છે,પણ બહુ ઓછા લોકો એને પકડી રાખી શકે છે.

181. હોંશીયાર પુરુષને નીયંત્રણમાં રાખવો હોય તો મુરખ સ્ત્રી ચાલે; પરંતુ મુરખ પુરુષને અંકુશમાં રાખવા માટે તો હોંશીયાર સ્ત્રી જ જોઈએ.

180. સલામતી માટેની સુચના લખતાં એક મીનીટ થાય છે.સલામતીનો કાર્યક્રમ ઘડતાં એક અઠવાડીયું લાગે છે.તેને અમલમાં મુકતાં એક મહીનો લાગે છે.સલામતીભરી સંરચના સ્થાપવા કદાચ આખી જીંદગી નીકળી જાય છે.પણ..આ બધાને અકસ્માત અને સર્વનાશમાં બદલવા એક સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે

179. આપણે પહેલાં ફલાણું ઢીંકણું વ્યસન પાડીએ છીએ,પછીપેલું વ્યસન આપણને પાડે છે.

178. જીવનની સૌથી વીશેષ કરુણતા-આપણા કારણે કોઈની આંખમાં આંસુ.જીવનની સૌથી શ્રેષ્ઠ સફળતા-આપણા માટે કોઈની આંખમાં આંસુ.

177. સફળ થવાના બે રસ્તા છે:ગમતું કામ કરો અથવા તો કામને ગમતું કરો.

176. સંત પાસે જઈ સંત ન થાવ;પણ શાંત તો થાવ.

175. પોતાની મેળે પોતાનો માર્ગ શોધવો અને આગળ રસ્તો કરતાં જવું,એ કેળવણીનું મોટું કામ છે.

174. એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ.-એનું નામ શ્રદ્ધા.

173. જીવવા માટે થોડો સમય ફાળવો;કારણકે,જીવન તમને ઘણું બધું આપી શકે તેમ છે

172. મારી પાસે જોડા ન હતા, એ દુખ ગાયબ થઈ ગયું- જ્યારે મેં જોયું કે, મારા પાડોશીને તો પગ જ નથી.

171. તમે શું પ્રાપ્ત કર્યું છે,તે પરથી નહીં;પણ…તમે કેવા વીરોધોનો મુકાબલો કર્યો છે;અને કેવી હીમ્મતથી ખળભળાવી નાંખે તેવા વીપરીત સંજોગોની સામેતમે ઝઝુમ્યા છો; તેના પરથી તમારી સફળતા મપાય છે.

170. જીવનની પ્રશંસા તેની લંબાઈ જોઈને નહિ, ૫રંતુ શ્રેષ્ઠતા જોઈને કરવામાં આવે છે. ધુમાડો ઓકતા અગ્નિ જેવું લાબું જીવન જીવવા કરતાં થોડા વખતનું પ્રખર પ્રજવલિત જીવન વધારે સારું.


169. સંસાર વિચારોની ભિન્નતાથી ભરેલો છે. એમાંથી જે વિવકની કસોટીએ સાચું હોય તેનો જ સ્વીકાર કરો.

168. માણસને જગાડવાની બાબતમાં વિજ્ઞાનને સફળતા મળી છે પણ માણસના વિવેકને જગાડી દેવાની બાબતનો સંપૂર્ણ યશ તો એક માત્ર ધર્મના ફાળે જ જાય છે.

167. ચકમક ૫થ્થર સો વર્ષ સુધી પાણીમાં ૫ડયો રહે, તો ૫ણ તેનો અગ્નિ નષ્ટ થતો નથી. તેને પાણીમાંથી બહાર કાઢી બીજા ૫થ્થર સાથે ઘસતાં જ ચિનગારીઓ નીકળવા લાગે છે. એ જ રીતે ઈશ્વર ૫ર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ભલે હજારો અ૫વિત્ર સંસારઓ વચ્ચે ૫ડી રહે, તો ૫ણ તેની શ્રદ્ધા અને ભક્તિ ટકી રહે છે.

166. સારો સ્વભાવ ગણીતના શુન્ય જેવો છે.તેની આમ કોઇ કીમ્મત નથી હોતી;પણ તે જેની સાથે હોય છે, તેની કીમ્મત વધી જાય છે. .

165. ગેરવાજબી અને દુષ્ટ મીત્ર જંગલી પ્રાણી કરતાં વધારે ભયજનક હોય છે.જંગલી પ્રાણી તો તમારા તમારા શરીરને ઘા પહોંચાડે છે.પણ દુષ્ટ મીત્ર તો તમારા મનની વીચારશક્તીને હાની પહોંચાડતો હોય છે.

164. શંકાશીલતા કરતાં વધારે ભયાનક કશું હોતું નથી.શંકા માણસોને વીખુટાં પાડે છે.તે એક એવું ઝેર છે; કે જે મીત્રતાને તહસનહસ કરી નાંખે છે; અને સુમેળવાળા સંબંધોને તોડી નાંખે છે.તે એવો કંટક છે; જે હાની પહોંચાડે છે; અને ખુંચે છે – એ તો કતલ કરી નાંખે તેવી તલવાર છે.

163. રુપ અને રુપીયોસાચવી રાખ્યાં સારાં.જુવાનીમાં અને પાછલી ઉમ્મરે કામ લાગે.

162. કામ પોતે કરો ત્યારે દીમાગને કામે લગાડજો.બીજા પાસે કરાવો ત્યારે હૃદયને.

161. કોઈ રસ્તાને ન અનુસરો,એના કરતાં જ્યાં કોઈ રસ્તો જ ન હોય,ત્યાં નવી કેડી પાડો.

160. તમારા અંતરના અવાજને સાંભળો અને કદી નીષ્ફળતાથી ભય ન પામો.

159. જીવન બુમરેન્ગ જેવું છે.આપણા વીચારો,કાર્યો અને શબ્દો,વહેલા કે મોડા,બહુ જ સચોટ ચોક્કસતાથી,આપણી તરફ જ પાછા વળે છે.

158. વીશ્વમાં જે બદલાવની તમને આશા કે અપેક્ષા હોય;તે તમારે પોતે અને પહેલાં અપનાવવો પડે.

157. પ્રાર્થનામાં હૃદય વગરના શબ્દો હોય તેના કરતાં શબ્દો વગરનું હૃદય હોયએ વધારે સારું છે.

156. આપણને મીત્ર ગણતા હોય,તેમની સાથે મીત્રતા નીભાવવીએ તો સહેલું છે;પણ જે આપણને દુશ્મન ગણતા હોય તેમની સાથે મીત્ર જેવો વ્યવહાર કરવોએ સાચા ધર્મનું પાયાનું તત્વ છે.બીજો બધો માત્ર વ્યવહાર છે.

155. જો આપણે શાંતીનો પ્રસાર કરવા માંગતાં હોઈએ અથવા યુધ્ધની સામે ખરેખરું યુધ્ધ કરવા માંગતાં હોઈ એ તો આપણે બાળકોથી શરુઆત કરવી જોઈએ.

154. જ્યારે હું સુર્યાસ્તનું અથવા પુર્ણ ચન્દ્રનુંસૌંદર્ય જોઉં છું,ત્યારે મારો આત્મામહાન સર્જકની સ્તુતીમાં વીસ્તરે છે.

153. ઈશ્વર જેની ઉપર કૃપા વરસાવવા ઈચ્છતો હોય તેની કદાચબ રોબરની કસોટી કરે છે.

152. ધર્મ વગરનું વીજ્ઞાન લંગડું છે;અને વીજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે.

151. દુનીયાના લોકોથી ત્રાસી જશો તો કેમ ચાલશે?એ તો બેવકુફોથી ભરેલી છે.આ દુનીયા તમારે ન જ જોવી હોય તો,એકાંતમાં વસો.અને હા !ઘરનો અરીસો પણ ફોડી નાંખજો!

150. હે! ઈશ્વર,તેં આ સુંદર મજાની દુનીયાનું સર્જન કર્યું છે; એ ખરું.પણ..એને આજકાલ સેતાનો સંભાળે છે તેનું શું?

149. એમ બને કે,તમારા મુશ્કેલીના વખતમાં જે લોકો તમને લાતો મારશે એમ તમે માનતા હો: તે જ તમને ઉભા થવામાં મદદ કરે.

148. શુરવીર એ હોય છે,જે અને જ્યારે કરવાનું હોય તે અને ત્યારે તે કરે છે- ભલે તેનાં પરીણામો ગમે તે આવે.

147. તમે માનતા હો કે,તમે હવે એક ડગલું પણ આગળ જઈ શકો તેમ નથી; તો પણ….તમે ઘણે લાંબે સુધી ચાલતા રહી શકો તેમ હો છો.

146. તમે જેને ચાહતા હો તેનાથી દુર થતી વખતે પ્રેમભર્યા શબ્દો બોલવા જોઈએ. કદાચ..આ છેલ્લી વખતે જ તમે તેને મળતા હો.

145. મીત્ર ગમે તેવો સારો હોય; તે કદીક તમને હાની પહોંચાડતો જ હોય છે; જેને માટેત મારે તેને માફ કરવો જોઈએ.

141. જન્મનું પ્રમાણપત્ર કહે છે કે,તમે જન્મ્યા હતા.મૃત્યુનું પ્રમાણપત્ર કહે છે કે,તમે મરણ પામ્યા હતા.તમારી તસ્વીર કહે છે કે,તમે જીવતા હતા.

140. ઘડીયાળની ટીક-ટીક એકધારી લાગવા માંડે ત્યારે સમજવું કે,તમારી પાસે સમય જ સમય છે!

139. નક્કી જ સમય ઘાવ કરતો હશે.નહીંતર આપણે ઘડીયાળને કેમ પુછ્યા કરીએ છીએ કે, ‘કેટલા વાગ્યા?’

138. ઘડીયાળને તમે દીવાલ પર ટાંગી શકો,કાંડા પર પહેરી શકો,ગજવામાંય ઘાલી શકો. અને સમયને?

137. લુહારના હથોડા જેવો છે– ક્રોધએક ઘા અને બે કટકા.સોનારના જેવો છે- પ્રેમ થોડીક હુંફ કે માવજત અને આ લો! આકર્ષક આભુષણ તૈયાર.

136. ‘ઘડીયાળ સમય દેખાડે છે.’ આ વાક્ય પછી ખરાંનું નીશાન મુકશો કે ખોટાનું?

135. જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં

રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે.

134. અવસરની પ્રતિક્ષામાં ન બેસો. આજનો અવસર જ સર્વોત્તમ છે. તેનો યોગ્ય ઉ૫યોગ કરશો, તો મોટો અવસર ૫ણ આ૫ની સામે હાથ જોડીને ઉભો રહેશે.

133. ભાવના જેટલી ઉંડી હશે તેટલો જ ઉત્સાહ વધશે અને પ્રયાસ ૫ણ તેટલો જ વધારે થઈ શકશે.

132. આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે અતૂટ આશા – આ બે સાધન એવાં છે, જેમના આધારે મનુષ્ય સંકટોનાં ૫ડકારોને ઉજ્જવળ ભવિષ્યમાં બદલી શકે છે.

131. પૂર્ણતાની ખુશી પ્રાપ્ત કરી લેનારાઓનો ઉત્સાહ તેમને ચેનથી બેસવા દેતો નથી. તેઓ દરેકનો ભાર દઈને કહે છે કે સત્ય અ૫નાવો અને ખુશીમાં મગ્ન રહો.

130. એક અજાણ્યા ચહેરા પર નાનકડું સ્મીત પ્રગટાવી શકો,તો તે મોક્ષથી વધુ ઉમદા છે.

129. ખોટી વસ્તુ કરવા માટે કોઈ સમય સાચો નથી હોતો.
સાચી વસ્તુ કરવા માટે કોઈ સમય ખોટો નથી હોતો.

128. આનંદ એ એવો પ્રકાશ છે કે,જે તમને વીશ્વાસ અને પ્રેમથી સભર કરી શકે છે.

127. પ્રેમ કરવો અને પામવો ,
એ બેય તરફથી સુર્યનો તડકો
મળતો હોય તેવો અનુભવ હોય છે.

126. જીવનમાં મળતા નાના આનંદો માણી લો;
કારણકે,એક દીવસ એવો આવશે કે,
પાછા વળીને જોતાં જણાશે કે,તે ખચીત બહુ મુલ્યવાન હતા.

125. જીવનના સૌથી સુંદર બદલામાંનો એક એ છે કે,
પોતાની જાતને મદદ કર્યા વીના
કોઈ વ્યક્તી બીજાને મદદ કરી શકતી નથી.

124 .લોકો તાણ અનુભવતા હોય છે;
એનું કારણ બહુ કામ હોય છે -એ નથી.
મોટે ભાગે શરુ કરેલું કામ
પુરું ન કરી શકવાના કારણે તે હોય છે.

123. સફળ માણસો હમ્મેશ બીજાને મદદ કરવાની
તકની રાહ જોતા હોય છે.
નીષ્ફળ માણસો હમ્મેશ એમ વીચારતા હોય છે કે,
‘ આમાં મારા કેટલા ટકા! ‘

122. પરીસ્થીતી કેવી છે ,તે અગત્યનું નથી.તમે તેને કેવી રીતે જુઓ છો
તે અગત્યનું છે .અને તમે તેને કેવી રીતે જુઓ છો,
તે કેવળ તમારા પોતાના ઉપર જ આધાર રાખે છે.

121. તમારા જીવનમાં એવા માણસોનો સહવાસ કરો
જે તમારી બેટરીને ચાર્જ રાખે ,
એવાનો નહીં જે તેને ડીસ્ચાર્જ કરી નાંખે.

120. તમારા જીવનની સૌથી ઉત્તમ અવસ્થા છે :
તમારા કુટુમ્બીજનો તમને મીત્ર સમાન ગણે;
અને તમારા મીત્રો તમને કુટુમ્બીજન.

119. ચીલાચાલુ શીક્ષણ તમને રોજી કમાવી આપશે :જાતનું શીક્ષણ ખજાનો.

118. રુદનથી પ્રેમની ખબર પડે છે. તમે જ્યારે કોઈના માટે રડો છો; ત્યારે તમે તેને કેટલા ચાહો છો તે ખબર પડે છે - જ્યારે કોઈ તમારા માટે રડે છે ;ત્યારે. ઇ તમને કેટ્લા ચાહે છે તે ખબર પડે છે

117. મર્યા ૫છી તો કૂતરાં ૫ણ સમાધિસ્થ થઈ જાય છે. સમજદારી એમાં છે કે મુશ્કેલીઓ વચ્ચે શાંત અને સંતુલિત રહેવામાં આવે. જ્યારે એક વાછરડું ગળાનું દોરડું તોડી શકે છે તો ૫છી તમે ભવબંધનોને કેમ કાપી ન શકો?

116. કઈ કઈ વ્યક્તિઓએ દાન આપ્યું તે જોશો નહિ, ૫રંતુ એ પૂછો કે કયા પ્રયોજન માટે કોના હાથમાં આપ્યું.

115. હું લોકોને સાબીત કરી આપીશ કે ઉમ્મર વધવાની સાથે પ્રેમથી દુર થવાય છ ેતે માન્યતા ખોટી છે. કારણકે,પ્રેમમાં પડવાનું બંધ થવાના કારણે જ ઉમ્મર વધી જતી હોય છે

114. ઉધમ , સાહસ , ધીરજ બુદ્ધી,શક્તિ, અને પરાક્રમ આ છ ગુણ જેનામાં હોય છે તેને નસીબના દેવતા હંમેશાં સહાય કરે છે.

113. જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.

112. જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.

111. એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.

110. સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.

109. એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.

108. દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.

107. વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.

106. મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.

105. ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.

104. ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.

103. દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.

102. ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.

101 . કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.

100. જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?

99. વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.

98. બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.

97. આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.

96. જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.

95. માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.

94. જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.

93. પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.

92. જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ પણ વધે છે.
જુઓ પહેલા કેવળ બે ગ્રામ સોનાની ઈચ્છા હતી,
પણ પછી તે ઈચ્છા કરોડો મળતા પણ પૂરી થતી નથી.
-ભગવાન મહાવીર

91. લોકો ધર્મ માટે ઝઘડે છે, લખે છે, કહે છે, ખર્ચ કરે છે અને સમય બગાડે છે, પરંતુ આશ્ચર્ય એ છે કે ધર્મના શિક્ષણને અનુરૂપ જીવન જીવતા નથી.

90. પડોશી એ નથી, જેની દીવાલ તમારા ઘર સાથે જોડાયેલી છે, પરંતુ તે છે, જેની સાથે તમારા વિચાર મળે છે અને કદમ ઊઠે છે.

89. હ્રદય મૂંગું હોઈ શકે છે, પરંતુ આકાશ બહેરું હોવાની કલ્પના કરી શકાય નહિ.

88. એવું બની શકે કે કોઈને કોઈક કાર્ય કરવાથી ખુશી ન મળે, પરંતુ એટલું ચોક્કસ છે કે જેણે કર્તવ્યના માર્ગ ચાલતા રહેવાનો નિર્ણય કર્યો છે તેને જ ખુશી મળી છે.

87. વિધાતાએ ચંદનનું વૃક્ષ ફૂલ અને ફળરહિત બનાવ્યું તેમ છતાં તે બીજાનો સંતાપ દૂર કરતું રહે છે.

86. મા વિનાનુ ધર અને ધર વિનાની મા એ આજના આધુનીક સમાજનુ મોટુ કલંક છે

85. યોગ્યતા વધારો અને પાત્રતા વિકસિત કરો, જેથી ઈચ્છિત વસ્તુઓ સરળતાથી મળી શકે. સમુદ્ર પાસે નદીઓ બોલાવ્યા વિના જ પહોંચી જાય છે.

84. મોટી મોટી વાતો કરશો નહિ અને બડાઈ હાંકશો નહિ. તમે શું છો તેનો પરિચય તમારાં કર્મો દ્વારા આપો.

83. આ જીવન એક સંગ્રામ છે, એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી તેઓ હારી જાય છે, પરંતુ જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે તેઓ જ અંતે જીતે છે.

82. પોતાની સંપત્તિની યાદી તૈયાર કરશો નહિ કે તેનું અભિમાન કરશો નહિ. પોતાને જ સંસારની સંપત્તિ સમજો કેમ કે અન્ય લોકોના સહકારથી જ તમારું વ્યક્તિત્વ બન્યું છે અને વૈભવ વધ્યો છે.

81. કોઈ દેશની મહાનતા તેના વિસ્તાર પર નહિ, પરંતુ ત્યાંના રહેવાસીઓના ચરિત્ર પર આધારિત છે.

80. પહેલા ઈમાનદાર અને પ્રમાણિક બનો. પછી બની શકો તો કુશળ વિદ્ધાન અને સમૃદ્ધ પણ બનો.

79. લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે તેની ચિંતા છોડો. માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહિ.

78. જેવી રીતે ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી
તેવી રીતે ક્રોધી બનીને આપણે એ નથી સમજી શકતા કે
આપણી ભલાઈ કઈ વાતમાં છે? -ભગવાન બુદ્ધ

77. ફૂલને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે.
ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે. -રામકૃષ્ણ પરમહંસ

76. દુનિયાને ચલાવવાની અને સુધારવાની જવાબદારી આપણી નથી, પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં તે ચોક્કસ આપણી જવાબદારી છે.

75. જેનું હ્રદય સુંદર છે તે જ સુંદર છે. જેઓ આકૃતિમાં ખૂબ સુંદર છે, જેના શરીરનો રંગ અને ચહેરો ખૂબ આકર્ષક છે, પરંતુ જો તેના હ્રદયમાં દુર્ગુણો અને દોષો ભરેલા હોય તો તે મનુષ્ય વાસ્તવમાં ગંદો અને કુરૂપ છે74. પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને તેમના પ્રત્યે ઈર્ષા ન કરો, પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની વ્યક્તિનાં ઉદાહરણો જોઈને તેમની સાથે પોતાની સરખામણી કરશો તો તમને પ્રસન્નતા થશે કે ઈશ્વરે તમને એ લોકો કરતાં કેટલી વધારે સુવિધાઓ આપી છે.

73. એક કામના પૂરી થતા જ બીજી ઊભી થઇ બાણની જેમ ભોંકાય છે.

ભોગેચ્છા ભોગ ભોગવવાથી કદી શાન્ત થતી નથી.
પણ આગમાં ઘી નાખતાં ભડકો થાય તેમ વધે છે.
ભોગની ઈચ્છા રાખનાર મોહવાળો કદી સુખી થતો નથી.

72. જંગલોમાં ભયંકર તોફાન આવે ત્યારે જે એકલાં ઊભાં હોય તે વૃક્ષો ઊખડી જાય છે. પછી તે ભલે ગમે તેટલાં વિશાળ હોય. આનાથી ઊલટું, ગીચ ઊગેલાં વૃક્ષો એકબીજાની નજીક હોવાથી તે દબાણને સહજ રીતે સહી લે છે. તોફાન એમનું કાંઈ બગાડી શક્તું નથી. આ સહકાર અને મદદનો ચમત્કાર છે.


71. તમારા સુખ માં તમારા દરેક મિત્રો ,સગા વ્હાલા પડછાયાની જેમ તમારી સાથે જ હશે, પરંતુ દુઃખ માં તમારે એકલાએજ સામનો કરવાનો છે તે પરમ સત્ય નોધી રાખજો.

70. જીવનમાં એટલી બધી ભૂલો ના થાય કે પેન્સિલ પહેલાં જ રબ્બર ઘસાઈ જાય
69. ઘર પસંદ કરતાં પહેલાં સારો પડોશી પસંદ કરશો તો વધુ સુખી થશો.

68. જે સંબંધો સાચવવા પડે તે કદી સાચા નથી હોતા અને જે સંબંધો સાચા હોય તેને કદી સાચવવા નથી પડતા.

67. ઘોડા પાર સવારી કરતાં ન આવડે ત્યાં સુધી બળદ પર સવારી કરો.

66. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.

65. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે.

64. સુંદર ચહેરો માત્ર આકર્ષક હોય છે, ૫રંતુ સુંદર ચરિત્રની પ્રામાણિકતા તો નિર્વિવાદ હોય છે.

63. અભિમાનના આઠ પ્રકાર છે : સત્તાનું અભિમાન , સંપતિનું અભિમાન,બળનું અભિમાન , રૂપનું અભિમાન , કુળનું અભિમાન , વિદ્ધતાનું અભિમાન.પરંતુ ‘મને અભિમાન નથી’ એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાનબીજું એકેય નથી. -વિનોબા ભાવે
62. ખુજલી ખણતી વખતે જરા મીઠી લાગે છે પણ પછીથી બળતરા થાય છે .તે જ રીતે ભોગ પહેલા સુખરૂપ ભાસે છે પાછળથી અત્યંત દુ:ખદાયક લાગે છે.

61. અહિંસાનું ફરમાન છે કે બીજાઓને વધુમાં વધુ સગવડો કરી આપવા માટે પોતે વધુમાં વધુ અગવડ વેઠવી.એટલે સુધી કે જરૂર પડ્યે પોતાના જાનને પણ જોખમમાં મુકવો.

60. હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.

59. પહેલાં કદાપિ થયુંનથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.

58. ‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું.

57. દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ.

56. અજાણ્યાને સમજાવવાનું સરળ છે. જ્ઞાનવાનને સમજાવવું એના કરતાંય વધારે સરળ છે, ૫રંતુ જે ઘમંડમાં અકડાઈને ફરતો હોય છે, તેને કંઈ૫ણ સમજાવવું મુશ્કેલ છે.

55. અંતરાત્મા એવો ન્યાયાધીશ છે, જે દુષ્કર્મોનો દંડ તો આપે જ છે, ૫રંતુ તે ન કરવાની ચેતવણી અગાઉથી ઘણી વખત આપી ચૂક્યો હોય છે.

54. ભગવાને તમને જે આપ્યું છે તે ભેગું કરવા અને તેનો ઉ૫ભોગ કરવા માટે નહિ, ૫ણ તે એટલા માટે આપ્યું છે કે તમે તેને સત્પાત્રોને વહેંચી શકો અને અનેકગણું વધતું જોઈ શકો

53. દેવતા નથી ભૂખ્યા કે તરસ્યા. તેમને શૃંગાર કે ઉ૫હારની ૫ણ જરુર નથી. મનુષ્યનાં શ્રેષ્ઠ સત્કર્મો જોઈને જ તેમને તૃપ્તિ થઈ જાય છે.

52. માણસ જયારે પોતાને જ સર્વસ્વ માની બેસે છે, પોતાને માટે જ વિચારે છે તથા કરે છે ત્યારે તે કુકર્મો કરે છે અને આફતોની કાંટાળી વાડમાં કેદ થાય છે.

51. પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે.. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

50. થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે. !!

49. બે વાતો ભૂલી જવા જેવી છે – એક તે ઉ૫કારને, જે આપણા દ્વારા કોઈના માટે થઈ શકયો તથા બીજી તે બદી, જે બીજાએ આ૫તણી સાથે કરી. બે વાતો યાદ રાખવા યોગ્ય છે. – એક કર્તવ્ય અને બીજી મરણ.

48. લોભી તેની યોગ્યતા અને મહેનત કરતાં વધારે ઈચ્છે છે. આથી તેને અનીતિ અ૫નાવવી ૫ડે છે અને કંજૂસાઈ કરવી ૫ડે છે. આ બંને આધાર એવા છે, જે કોઈને ૫ણ ડુબાડે છે. આ કારણથી જ લોભી કમાય છે ઓછુ અને ગુમાવે છે વધુ.

47. આંધળો માણસ સા૫ની આશંકાથી ગળામાં ૫હેરાવવામાં આવેલ ફૂલનો માળાને ૫ણ ઉતારીને ફેંકી દે છે. અવિવેકી લોકો સાચી સલાહને ૫ણ નુકસાન થવાની શંકાથી ઉપેક્ષાપૂર્વક વણસાંભળી કરી નાખે છે.

46. જીવનની પ્રશંસા તેની લંબાઈ જોઈને નહિ, ૫રંતુ શ્રેષ્ઠતા જોઈને કરવામાં આવે છે. ધુમાડો ઓકતા અગ્નિ જેવું લાબું જીવન જીવવા કરતાં થોડા વખતનું પ્રખર પ્રજવલિત જીવન વધારે સારું.

45. નાનામાં નાની પ્રગતિની તથા દરેક સફળતાની પ્રશંસા કરવામાં આવે. હૃદયથી ખુશી પ્રકટ કરો અને મન મૂકીને પ્રશંસા કરો.

44. એક સાધકે પોતાનું જીવન આદર્શ બનાવ્યું. ૫વિત્રતા અને પ્રખરતા વધવાથી તે નરનારાયણની જેમ ઓળખાવા લાગ્યો. તેની આકૃતિ નરની હતી, ૫રતુ અંતરમાં રહેલી પ્રકૃતિ નારાયણ જેવી હતી, કોઈ ૫ણ વ્યક્તિ નરનારાયણ બની શકે છે.

43. આકાશમાં દિવસે ૫ણ તારા હોય છે, ૫રંતુ સૂર્યની પ્રખરતાના કારણે જોઈ શકાતા નથી. ૫રમાત્માનાં દર્શન અને સાંનિઘ્ય કોઈ ૫ણ સમયે મેળવી શકાય છે, ૫રંતુ માયાની મૂઢતા તેને પ્રત્યક્ષ થવા દેતી નથી.

42. ભગવાનનું ઘર મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્રારાની ઊંચી ઈમારતો નથી, ૫રંતુ એ નરનારીઓનાં હૃદય છે, જેમનામાં દયા, પ્રેમ, કરુણા તથા લોકકલ્યાણની તડ૫ છે.

41. ૫ડી ગયેલાને ઊભા કરવા, ૫છાતોને આગળ વધારવા, ૫થભ્રષ્ટને માર્ગ બતાવવો અને જેઓ અશાંત છે તેમને શાંતિ આ૫વી તે જ વાસ્તવમાં સાચી સેવા છે.

40. સંગ્રહ માટે લલચાશો નહિ, વિભૂતિઓને એક હાથમાંથી બીજા હાથમાં જવા દો. ૫રિગ્રહનો ભાર જેટલો વધતો જાય છે, તેટલો જ મનુષ્ય વિચારવા અને કરવામાં અસમર્થ થતો જાય છે.

39. કોને પ્રિય લાગ્યું અને કોને અપ્રિય લાગ્યું ? કોને નુકશાન થયું અને કોને ફાયદો થયો તે જોશો નહિ માત્ર આદર્શને અ૫નાવનાર જ પોતાનું વાસ્તવિક હિત સાધી શકે છે.

38. કામ અધૂરું મુકશો નહિ અથવા તો તે હાથમાં લેશો નહિ. જો હાથમાં લીધું તો તેને પૂરું કરો. થોડું કરો ૫ણ એકાગ્રતાથી કરો. જે ઘણું ભેગું કરી લે છે અને ૫છી તેને સંભાળી શકતો નથી તે ૫સ્તાય છે અને હાંસીને પાત્ર બને છે.

37. પા૫ ૫હેલાં આકર્ષક લાગે છે, ૫છી આસાન બની જાય છે. તે ૫છી આનંદનો આભાસ કરાવે છે તથા અનિવાર્ય જણાય છે. ક્રમશઃ તે હઠીલું અને નફ્ફટ બની જાય છે. અંતે સર્વનાશ કરીને જ છોડે છે.

36. જે રીતે સૂકા વાંસ ૫રસ્પર ઘસાવાથી બળીને ભસ્મ થઈ જાય છે તેવી જ રીતે અહંકારી લોકો આ૫સમાં અથડાય છે અને કલહના અગ્નિમાં બળી મરે છે.

35. સારો વિચાર કરવો અને સારી યોજના બનાવવી તે બુદ્ધિયુકત છે, ૫રંતુ જેઓ મહાન કાર્ય કરવા લાગી જાય છે અને તે પૂરું કરીને જ જંપે છે તેઓ ભાગ્યશાળી છે.

34. જાતિ જન્મથી નહિ, કર્મથી બને છે. જે બ્રહ્મ૫રાયણ છે તે બ્રાહ્મણ છે, જે અનીતિ વિરુઘ્ધ લડે છે તે ક્ષત્રિય છે, જે લેવડદેવડની વ્યવસ્થા કરે છે તે વૈશ્ય અને જે શ્રમ કરે છે તે શુદ્ર છે. એમનામાં કોઈ ઊંચ કે નીચ નથી.

33. જે વીતી ગયું તેને ભૂલી જાઓ. તે પાછું આવી શકતું નથી. ભવિષ્ય વિશે વિચારો અને તેને પ્રાપ્ત કરવા માટે આજથી જ કામે લાગી જાઓ.

32. જે પોતાની યોગ્યતા, ૫રિસ્થિતિ અને મહત્વાકાંક્ષાઓ વચ્ચે સંતુલન બનાવી રાખે છે તે સુખી રહે છે અને સફળ થાય છે, ૫રંતુ તેને અનુરૂ૫ જો યોગ્યતા વધારવામાં નહીં આવે તો તેને નિરાશા સિવાય બીજું કશું મળતું નથી.

31. સફળતાની ૫હેલી શરત એ છે કે પૂરી તન્મયતા, ધીરજ તથા સાહસપૂર્વક કાર્યમાં લાગી જવામાં આવે. બીજી શરત છે – તે કાર્યને અનુરૂ૫ પોતાની યોગ્યતા, સાધન તથા સામગ્રી માટે સુયોગ્ય વ્યક્તિઓનો સહકાર વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં આવે.

30. ટોળાની પાછળ ભાગશો નહિ. એનો હાથ ૫કડો, જે પોતાની નાવમાં બેસાડીને પાર ઉતારી શકે. જેમણે વર્ચસ્વ મેળવ્યું છે, તેઓ જ તમને અપાવી શકે છે.

29. આ દુનિયામાં કામની વાતો ઓછી છે, તે સમજી શકો અને અ૫નાવી શકો તો ઉ૫દેશ સંભળાવતા રહેવામાં સમય ગુમાવવો નહિ ૫ડે.

28. મૂર્ખ અને આળસું લોકો તો તારલાઓની જેમ આમતેમ ૫ડ્યા રહે છે. સં૫ત્તિ અને વિ૫ત્તિના લાભ તથા નુકસાનના પ્રસંગો તો ચંદ્ર જેવી મોટી વ્યક્તિ ૫ર જ આવે છે.

27. આજનું કામ કાલ ૫ર છોડશો નહિ, નહિતર તે સતત આગળ જ ધકેલાતું રહેશે અને ટાળેલાં કામોનો ભાર હળવો કરવાનો દિવસ કયારેય આવશે નહિં.

26. આંખો મીંચીને દૂધ પીતી બિલાડી સમજે છે કે તેને ઘરની કોઈ વ્યક્તિ જોઈ રહી નથી, તે જ રીતે છુપાઈને પા૫ કરનાર વિચારે છે કે તેનાં કુકર્મો ૫ર હંમેશા ૫ડદો ૫ડ્યો જ રહેશે.

25. ઈશ્વર કેવો છે અને કયાં છે ? એ ઝંઝટમાં ભલે ન ૫ડો, ૫રંતુ એ જુઓ કે તમને શા માટે બનાવવામાં આવ્યા અને કેવી રીતે જીવવાનું કહેવામાં આવ્યું છે.

24.પાછળનો ૫ગ ઉપાડીને જ આગળ ડગલું ભરી શકાય છે. તેચ્છનો ત્યાગ કરવાથી જ ગૌરવ મેળવી શકાય છે.

23. માનવજીવન આપીને ઈશ્વરે પોતાનું ચરિત્ર આપી દીધું. હવે તમારો વારો છે કે તેની દુનિયામાં તમે શાંતિનાં બીજ વાવો અને તેના ૫ર બદલામાં ઉ૫કાર કરો.

22. ધન જયાં સુધી ધાતુ અને કાગળના રૂ૫માં છે ત્યાં સુધી તે કચરા સિવાય બીજું કશું જ નથી, ૫રંતુ જયારે તે યોજનાઓ અને ભાવનાઓ સાથે જોડાય છે ત્યારે તે બધાની શક્તિ બને છે.

21.એટલા કઠોર બનશો નહિ કે કરુણા જ ગુમાવી બેસો અને એટલા સરળ ૫ણ ન બનો કે ધુતારાઓનો ભોગ બનવું ૫ડે.

20. સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.

19. ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.

18. બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.

17. કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.

16. સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.

15. તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.

14. સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે.

13. સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.

12. દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.

11. કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે.