"બાગમાં ક્યાં હવે ફરે છે સનમ "

1. બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

--------------------------------------------------------------

2. ♠♠ વિનોદ કેરાઇ ♠♠:
ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,
BHUJ મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી BHUJ ની વસ્તી..
ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરાત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.
ક્યા મળે KHENGAR PARK NI LAWN ની રંગીલી સાંજ,
ક્યા મળે HILL GARDEN ની ચટાકેદાર રાત,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે MAHARAJA જેવી પાવ-ભાજી, ક્યા મળે BAPA DAYALU જેવુ પાન,
ક્યા મળે SONETA જેવી ચા ને કોફી, ક્યા મળે NEELAM જેવી નાન.
BHUJ નો રંગ નીરાળો, BHUJ નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ KUTCHHI


internet


આવે તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને facebook માં
ફંફોસ્યા કરું.
છે લાખો profile તારા નામની, હું શું કરું? બધાને હું friend request મોકલ્યા કરું.

છે community ની ભરમાર internet પણ, તારી ગમતી community માં જોડાયા કરું.
નથી બદલતો મારો અવતારને પણ, કદાચ તું પણ શોધતી હોઈશ એમ વિચાર્યા કરું.

મળ્યા તો છે હજારો દોસ્તો તારી શોધમાં, તારી સરખામણીના કોઈ નથી, હું શું કરું?
ક્યાથી હોય net મિત્રોને મારા દર્દનો અહેસાસ, તેમને તો હું રોજ smilly મોકલ્યા કરું.

થાક્યો છું હવે, તને શોધી શોધીને, બનાવે તું પણ હવે તારી profile તેમ ચાહયા કરું.
હે દોસ્ત, હવે તો તું આવ internet પર, ક્યારેક google ને ક્યારેક yahoo માં
શોધ્યા કરું



3.વસ્ત્રો થઇ ગયાં ટૂંકા , લાજ ક્યાંથીહોય?


અનાજ થઇ ગયાં હાઇબ્રીડ ,સ્વાદ ક્યાંથી હોય ?


નેતા થયાં ખુરશીના ,દેશદાઝ ક્યાંથી હોય ?


ફુલો થયાં પ્લાસ્ટીક્ના ,સુગંધ ક્યાંથી હોય ?


ચહેરા થયાં મેક-અપ ના , રૂપક્યાંથી હોય ?


શિક્ષકો થયાં ટ્યુશનીયા ,વિદ્યા ક્યાંથી હોય ?


ભોજન થયાં ડાલડા ના ,તાકાત ક્યાંથી હોય ?


માણસ થઇ ગયો પૈસાનો ,દયા ક્યાંથી હોય ?


ભક્તો થયા સ્વાર્થના ,ભગવાન ક્યાંથી હોય ?