તમારા મનનો પાવર


1. તમો તમારામાં જ વિશ્વાસ રાખો , વિજય અને સુખ એ.તમારા હાથમાં જ છે.

2. તમારા વિચારો બદલાવથી જ તમારું ભાગ્ય બદલાશે.

3. તમારા મનમાં જ અખૂટ ખજાનો ભરેલો છે ,તમારા મનની ઈચ્છાઓની પરિપૂર્તિ માટે તમારા આંતરિક ખજાના તરફ જુઓ.

4. દરેક યુગમાં મહા માનવો પોતાનાં આંતર મનને (આત્મા) જ જાગ્રત કરી તેની અગાધ શક્તિઓને વહાવી શક્યા છે તેથી તેઓ મહાન બન્યા છે.

5. તમારું સુષુપ્ત માં તમારાં શરીરને ઘડે છે ,તમારા ઘા પણ રૂઝવે છે ,

6. તમે સુઈ જાવ તે પહેલા તેમ વિચારો કે તમો સપૂર્ણ તંદુરસ્ત છો તો ,તમારું આંતર મન તમારી તે આજ્ઞાનો અમલ કરશે જ અને તમોને તંદુરસ્ત જ રાખશે.

7. તમાર વિચારો પ્રમાણે જ તમારું જીવન ઘડાય છે.

8. તમારા વિચારો શુભ હશે તો પરિણામ શુભ જ આવશે ,પરિણામો નો આધાર તમારું મન કેવી રીતે કામ કરે છે તેના ઉપર જ છે.



"વાસ્તવમાં તો મન એક જ છે તેના બે જાતનાં સ્વભાવ છે. એક જાગ્રત(બાહ્ય મન ) અને બીજો સુષુપ્ત (આંતરમન).તમારે માત્ર તમારા મનના સ્વભાવ ને જાણવાનો જરૂર છે.આં બંને વચ્ચે હમેશા સંવાદ ચાલુ જ હોય છે.તે સંવાદ ને સમજશો તો તમારું સમગ્ર જીવન બદલી શકશો. બાહ્ય પરિસ્થિતિ બદલવા માટે તે માટેનું કારણ જ બદલવું પડશે.પરિસ્થિતિ કારણમાંથી જ જન્મે છે. માટે અવરોધ માટેનું કારણ જ પહેલાં દુર કરવું જોઈએ .તમે તમારા બાહ્ય મનને કઈ રીતે ઉપયોગ કરો છો તેની ઉપર તમામ પરિસ્થિતિ બદલાય છે."

he shall have what ever he saueth. (તમારા મનના સિન્ધાન્તો તમારી માન્યતા પર જ આધારિત છે )

જે તમારા મનમાં છે તેનો જ પ્રતિઘોષ તમારા કાર્યો માં પડે છે અને તે મુજબ જ પરિણામ આવે છે. ખોટા વિચારથી જ ખોટા પરિણામો આવે છે માટે સનાતન સત્ય હોય તે ઉપર જ ધ્યાન કેળવવું જોઈએ જેથી પરિણામો સારા જ આવે.અત્યારથી જ તમારા મનમાં સુખ ,શાંતિ ,સારા કર્મ ,સદભાવ, સમૃદ્ધિ ,ઉંચા ધ્યેય ,સારા વિચારો રોપી દો અને પછી તેના પરિણામ રૂપે તમારી સફળતામાં તે દેખાયી આવશે.


જેવું વાવ્યું તેવું લણ્યું :

દરેકને જુદું જુદું સુખ દુ:ખ આપવા બદલ લોકો ભગવાનની નિંદા કરી રહ્યા હતા અને ભગવાનને પક્ષપાતી ગણાવી રહ્યા હતા. આ નિંદા કોઈ દાર્શનિક સાંભળી રહ્યા હતાં, તેઓ લોકોને સાથે લઈ ખેતરમાં ગયા. એક ખેતરમાં ગુલાબ રોપ્યા હતાં, બીજામાં તમાકુ. એક ખેતરમાંથી સુગંધ આવી રહી હતી, બીજામાંથી દુર્ગંધ. દાર્શનિકે કહ્યું, જમીન બહુ ખરાબ છે, કોઈને કંઈ ને કોઈને કંઈ આપે છે.

એનો પક્ષપાત જોયોને તમે? લોકો બોલ્યા, “ના આમાં ધરતીનો પક્ષપાત નથી, આ તો વાવનારના કૃત્યોનું ફળ છે.” હસતાં હસતાં દાર્શનિકે કહ્યું “ભગવાનની સૃષ્ટિ એક પ્રકારનું ખેતર જ છે. એમાં જેવી પરિસ્થિતિઓનું બી વાવીએ એવું જ ફળ પ્રાપ્ત કરીએ છીએ.

નારીને નિમ્ન સ્થિતિમાં રાખવાનો દોષ પણ સમાજના ફાળે જાય છે. સમાજરૂપી ખેતરમાં જેવી પરિસ્થિતિઓ બને છે તેવા જ મનુષ્યો જન્મ લે છે. નારીના અણઘડપણાનું બુદ્ધિશાળી લોકો યોગ્ય પ્રયત્ન કરવાનો ઉત્સાહ નથી બતાવતા તેનું જ એ પરિણામ છે.


પ્રગતિના પાંચ આધાર :

આ પાંચ આધારો પકડીને કોઈપણ વ્યક્તિ ઉન્નતિના ઉચ્ચશિખર સુધી પહોંચી શકે છે.

· પોતાનો વિસ્તાર કરો. સંકુચિત સ્વાર્થ પરાયણતા છોડીને સામાજીક બનો.

· આજે જે કંઈ પ્રાપ્ત થયું છે તેમાં સંતોષ માનો અને ભાવિ પ્રગતિની આશા રાખો.

· બીજાઓના દોષ જોવામાં પોતાની શક્તિ ખર્ચશો નહીં, શ્રેષ્ઠ બનવા માટે પયત્નો કરો.

· મુશ્કેલીઓથી ગભરાશો નહીં, નિરાશ થશો નહીં, પરંતુ ધૈર્ય અને સાહસપૂર્વક તેમનો સામનો કરો. તમને દૂર કરવાના ઉપાયમાં લાગી જાઓ.

· દરેકમાંથી સારાપણું શોધી કાઢો અને તે શીખીને તમારું જ્ઞાન અને અનુભવ વધારો.

મનુષ્યનું કર્તવ્ય

જાનવરની એક વિશેષતા એ હોય છે કે તેને પોતાના પેટની ફીકર હંમેશા રહ્યાં કરે છે. જ્યારે તે જવાન થાય છે ત્યારે તેને સંતાન પેદા કરવાનો ખ્યાલ આવવા લાગે છે. આ બે કામ સિવાય તે બીજું કંઈ જ કામ નથી કરી શકતાં. દેખાવમાં તો પ્રાણીઓના જેવો જ દેખાય છે, ૫રંતુ માનવમાં ભાવનાઓ જોવા મળે છે. જંગલી માનવ, વાંદરો, ચિમ્પાન્જિ વગેરે જાતિઓને કદાચ આપે જોઈ હશે. આ૫ણો આ માનવ દેહ બરાબર તેને મળતો જ આવે છે. ૫રંતુ વિશેષતા માત્ર એટલી જ હોય છે કે માનવમાં ભાવનાઓ હોય છે. ક્યારેક દુકાળ ૫ડે છે ત્યારે માનવી પોતાના અનાજના બધા જ કોઠારો ખાલી કરી દે છે અને કહે છે કે એકલા અમે જીવીને શું કરીશું ? બાકી લોકો ૫ણ આ અનાજ ખાય તો તેમાં શું વાંધો છે ? કદાચ કોઈના મહોલ્લામાં, ઘરમાં, છા૫રામાં આગ લાગી જાય તો માનવી સૌથી ૫હેલો આગ બુઝાવવા દોડવા લાગે છે. આ બધું શું છે ? આ છે માનવીની ભાવનાઓ, બીજાઓની સેવા માટે દોડતા જવું એ છે માનવતાની ૫રીક્ષા જો આ૫ણે આ ૫રીક્ષામાં નાપાસ થઈ જઈએ તો સમજવું જોઈએ કે ચહેરો માણસનો છે ૫રંતુ વાસ્તવમાં આ૫ણે જાનવર છીએ.

માણસ પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો બધો જ સમય માત્ર પેટનું પાલન કરવા અને સંતાનો પેદા કરવામાં જ બરબાદ ન થાય. જો તે ઈચ્છે તો તેનો ઘણો બધો સમય બચાવી શકે છે. વીસ કલાકમાં તો તે પોતાનો, પોતાના કુટુંબ વગેરેનો આરામથી ગુજારો કરી શકે છે. આઠ કલાક કામ કરવા માટે, સાત કલાક આરામ કરવા માટે અને પાંચ કલાક ઘરના વ્યાવહારિક કામ માટે કાઢી શકે છે. અને ૫છી વધેલા ચાર કલાક તે સમાજ માટે, વિકટ ૫રિસ્થિતિઓનો મુકાબલો કરવા માટે અને સ્વયંને શ્રેષ્ઠ બનાવવા માટે, તે સંસારનું ભવિષ્ય શાનદાર બનાવવા માટે વા૫રી શકે છે. આવું તમોએ કરવું જ ૫ડશે.

મારી દરેકને એ જ પ્રાર્થના છે કે સમયનો થોડો અંશ કાઢી લો. કયા કામ માટે ? તમે એવા કામ માટે સમય લગાડી દો કે જેના દ્વ્રારા લોકોના મગજ અને વિચારોને ઠીક બનાવી શકાય. માણસની અંદર છે શું ? માનવની અંદર માત્ર હાડકાં, માંસ વગેરે છે, ૫રંતુ તે કામની ચીજ નથી, અતિ કામની ચીજ તો છે વિચાર.

આજે જો લોકોની વિચારશીલતા, દીર્ધદૃષ્ટિ અને વિવેકશીલતા જાગી ગઈ હોત તો દુનિયા ખુશ ખુશાલ દેખાત. માનવ માત્ર માનવ બનીને જ ન રહેતાં દેવતા બની ગયા હોત અને જમીનનું વાતાવરણ સ્વર્ગ જેવું બની ગયું હોય. ૫રંતુ વિચારશીલતા છે જ કયાં ? સમજદારી છે જ કયાં ? જો સમજદારી વધશે તો માણસની અંદર ઈમાનદારી વધશે. જો ઈમાનદારી વધશે તો માણસને જવાબદારી સમજાશે અને જયાર જવાબદારી આવી જશે ત્યારે તેને નિભાવવા માટે બહાદુરી અવશ્ય આવશે જ. આ ચારેય બાબતો એક સાથે જ જોડાયેલી છે. સમજદારી એ બધી બાબતોનું મૂળ છે. આ૫ણે લોકોની સમજદારી વધારવા માટે ખૂબ જ સક્રિય રીતે જાનના જોખમે ૫ણ પ્રયત્ન કરવો જોઈએ. પ્રાચીનકાળના બ્રાહ્મણ અને સંતો આવાં જ કાર્યો કરતા હતાં. તેઓ પોતાનું ગુજરાન ઓછામાં ઓછી ચીજ વસ્તુઓથી કરતા હતા અને તેમનો જીવન ઉદ્દેશ્ય એ જ રહેતો હતો કે લોકોની સમજદારી વધે. તમોને ૫ણ મારી એ જ પ્રાર્થના છે કે આ૫ના સમયનો જેટલો અંશ તમે આ સદ્દકાર્યમાં લગાવી શકો તેમ હોય તો લગાવો જ.